અંધ શ્રદ્ધા

(14)
  • 4.2k
  • 856

પતલો ઊંચો વાને કાળો, અણીયાળી આખો, લાંબુ નાક નામે સંજય દોડતો આવે છે ગામના પાદર ભણી. હાથમાં થેલી પકડી છે થેલીમાં માત્ર બે ચોપડા અને એક કંપાસ. પાદરમાં પહોંચી ગીચોગીચ ભરાઈ ગયેલા છકડામાં છલાંગ મારી લટકી જાય છે. રાડો પાડીને કહે છે,”હેંડો મુન્નાભાઈ” મુન્નાભાઇ સટાક કરતું દોરડું ખેંચી છકડાને ચાલુ કરી લિવર આપી ચલાવે છે. સંજય એ ગામની પ્રાથમિક શાળામાં જ આઠ ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું. નવમા ધોરણમાં ભણવા માટે બાજુના ગામને જોડતા રસ્તા પર થી ગામથી બે કિલોમીટર દૂર એક હાઇસ્કુલ આવી છે. ત્યાં ભણવા જવા માટે છકડા ની સવારી લીધી છે. હજુ છકડાનું લીવર દબાવી માંડ એક ફુટ