મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 7

(18)
  • 4.2k
  • 1.9k

ખાલી પાસ નથી થવાનું!(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-7) એક દિવસ વર્ગમાં હું ભણાવતો હતો. એ સમયે આ શાળાનો એક ભૂતપૂર્વ વિદ્યાર્થી આવ્‍યો. એને ઓળખતા વધારે વાર ન લાગી. કારણ કે, એ અહીં ભણતો ત્‍યારે સૌથી વધુ બોલકો હતો. ભણવા સિવાયના પણ અનેક પ્રશ્નો પૂછયા કરતો. ભણવામાં સાવ ઠોઠ તો ન કહી શકાય, પણ એકદમ હોશિયાર પણ નહિ. નાની ઉંમરે પણ એ વેપાર કરી લેતો. સાબુ જેવી નાની-નાની ચીજો શાળાના કર્મચારીઓને પણ વેંચતો. શાળાના કર્મચારીઓ ‘આ રીતે પણ થોડી મદદ થઈ શકશે'ની ભાવનાથી તેની પાસેથી ખરીદી પણ કરતાં. મારી સાથે થોડી વાતો કરી, થોડા પ્રશ્નો પૂછયા અને તે ગયો.