અંગારપથ - ૨૦

(222)
  • 7.5k
  • 4
  • 6k

અંગારપથ. પ્રકરણ-૨૦. પ્રવીણ પીઠડીયા. ગોવાનાં પોલીસ કમિશનર અર્જૂન પવાર મારંમાર કરતાં પોલીસ હેડ-ક્વાટર્સે આવી પહોંચ્યાં હતા. હમણાં જ તેમને ઉપરથી ઓર્ડર મળ્યો હતો કે જે ધમાકાઓ થયાં છે તેમાં કોઇને પણ બક્ષવામાં ન આવે. પોલીસ ક્વાટર ઉપર ગ્રેનેડ ફેંકવામાં જે પણ લોકો શામેલ હોય એ તમામને તાત્કાલિક અસરથી ગિરફતાર કરવામાં આવે અને તેમની ઉપર સખ્ત કાર્યવાહી કરવામાં આવે. અર્જૂન પવારે હેડ-ક્વાટરે પહોંચતાં વેંત ગોવાનાં જાંબાજ અફસરોને ભેગા કર્યા હતા અને તેની એક ટૂકડી તૈયાર કરાવીને ધનાધન ઓર્ડરો આપવાં શરૂ કર્યાં હતા. તેઓ વર્ષોથી ગોવાનાં કમિશનર તરીકે ફરજ બજાવતાં હતા એટલે તેમને ગોવાની ફિતરતની ખબર હતી. અહીં ગમે તેટલું ડ્રગ્સ