પાર્ટનરશીપ

(14)
  • 2.7k
  • 2
  • 684

સાંજ નો સમય હતો અને આકાશના વિવિધ રંગો એને વધારે સુંદર બનાવી રહ્યા હતા. સામે ધીરે ધીરે ઘૂઘવતા દરિયા પરથી ઠંડો પવન લહેરાઈ રહ્યો હતો. "જો પેલું આકાશ આજે વધારે ઊંડું ઉતરી ગયું છે, દરિયો થોડો વધારે ગર્ભમાં વિસ્તર્યો છે હને?. તને શું લાગે છે?" સંજય એ ક્ષિતિજ સામે ઝીણી આંખે જોતા જોતા કહ્યું. ઇશાએ કહ્યું "ઠંડી". સંજય એ ઈશા તરફ તિરસ્કાર ભરેલી નજરે જોતા કહ્યું, તારા જેવી છોકરીને મારી સાથે ઠંડી ના લાગવી જોઈએ. I am hot you know. ઈશા એ કહ્યું બવ સારું, જઈએ? મને સાચે જ બવ ઠંડી લાગી રહી છે