‘બબલુ શ્રીવાસ્તવે કાનપુરની સેન્ટ્રલ જેલમાં એક પ્રતિષ્ઠિત અખબારના પત્રકારને એ બધી વાતો કહેવા માંડી જે અગાઉ એ સીબીઆઈના અધિકારીઓને કહી ચૂક્યો હતો, પણ સીબીઆઈના અધિકારીઓએ ‘ઉપર’ના દબાણને કારણે એ બધી માહિતી દબાવી રાખી હતી. બબલુ શ્રીવાસ્તવે એક ટોચના અખબારના પત્રકાર સમક્ષ ઘટસ્ફોટ કર્યો કે ચંદ્રાસ્વામીને દાઉદ ઈબ્રાહિમ સાથે ઘનિષ્ઠ સંબંધ છે અને પોતે દાઉદ સાથે સંકળાયેલો હતો ત્યારે ચંદ્રાસ્વામીના આદેશથી ઘણી હત્યાઓ અને અપહરણો કરાવી ચૂક્યો છે. બબલુ શ્રીવાસ્તવ સિંગાપોરથી પકડાઈ ગયો ત્યારે એની સામે હત્યા, અપહરણ અને ખંડણી ઉઘરાવવા સહિત ચાલીસ કેસ નોંધાયેલા હતા.