વાંદરામાંથી માણસ ને માણસમાંથી કાગડો..! આ લેખનું ટાઈટલ જરા અઘરું ને અટપટું તો છે જ..! ટાઈટલ વાંચીને અમુકના મોંઢા વંકાશે એની પણ ખબર છે. આવાં વાંકાયેલા મિજાજવાળાને એટલું જ કહેવાનું કે, ‘જાહેરાત કંઈ અલગ ને માલ કંઈ અલગ’ એવી આપણી દાનત નથી. દુઃખતો દાંત કાઢવાને બદલે, ડોકટરે બાજુનો મજબુત દાંત ખેંચી કાઢ્યો હોય એમ, નાહકના ઉધામા નહિ કરવાનાં. વાંચનારને એવું પણ ફિલ થશે કે, ‘સાલો વાંદરો ક્યાં, માણસ ક્યાં ને આ કાગડો ક્યાં..? આ