‘મિ.મેક...અમારે મારા મિત્રને શોધવો છે. ખૂબ જ મહત્ત્વનું છે અને તેથી જ તે ગુમનામ ટાપુ પર કોઇપણ સંજોગમાં પહોંચવું પડે...અમને જેમ બને તેમ જલ્દી માહિતી મળે તે જરૂરી છે. મારા મિત્રની જિંદગી જોખમમાં છે.’ નિરાશ મને કદમ બોલ્યો. ‘મિ.કદમ...આપ ચિંતા મારા પર છોડી દ્યો, હુ ગમે તેમ કરીને આપને તે ગુમનામ ટાપુ વિશે માહિતી મેળવી આપીશ. આપનો મિત્ર તે મારો મિત્ર સમજો...’