મન મોહના - ૨૧

(171)
  • 4.5k
  • 9
  • 1.9k

નિમેશ હોસ્પીટલે પહોંચ્યો કે તરત જ સાજીદની મુલાકાત લઇ એનું નિશાન જોયું. અમરની અને એ સિવાયની બીજી બે લાશના શરીર પર હતા એવા જ બે દાંતના નિશાન સાજીદની ગરદન પર પણ હતા. પાતળી અણીદાર પેન્સિલ ખોસી દીધી હોય એવા એ નિશાન હતા. ફરક માત્ર એટલો હતો કે પેલા લોકો મરી ચુક્યા હતા જ્યારે સાજીદ હજી જીવિત હતો. હવે એ એકવાર કહી દે કે આ નિશાન એની ગરદન પર કેવી રીતે આવ્યા એટલી જ વાર હતી. નિમેશના ચહેરા પર કડવાશ આવી ગઈ, એ સ્વગત બબડ્યો હતો, હવે તું મારાથી નહિ બચી શકે મોહના!સાજીદને બે બાટલાં લોહી ચઢાવ્યું પછી એ કંઈક ભાનમાં