સફળ_લગ્નજીવન_એક_મૃગજળ - 3 - છેલ્લો ભાગ

(51)
  • 3.7k
  • 2
  • 1.8k

નીરજા રાધા બંને મા દીકરી શહેર ના એક પોસ એરિયાના આલીશાન ફ્લેટમાં રહેતાં હતા. જે નીરજા એ લોન લઈ ને લીધો હતો. માતા પિતાના નિષ્ફળ લગ્નજીવનની માનસિક અસર નીરજાના દિલોદિમાગમાં એવી ઘર કરી ગઈ હતી કે લગ્નનું નામ પડે અને નીરજાનું મગજ સાતમાં આસમાને ચાલ્યું જાય. ત્યાં સુધી કે કોઈના લગ્નમાં હાજરી પણ આપવાનું ટાળતી હતી. કેટલાં વર્ષો તેણે તેની માને પતિના પ્રેમ માટે વિલખતી જોઈ હતી. સંઘર્ષ અને સમાધાન સિવાય કોઈ ત્રીજી વસ્તુ તેણે રાધાના જીવનમાં જોઈ ન હતી. સમાધાન પણ નામ અપાયેલ જે જિંદગી સજા બની ગયેલ