આજકાલ થતો 'પ્રેમ કે પસ્તાવો ?'

(16)
  • 2.8k
  • 1k

શિયાળા ની એ સાંજ સુર્ય પશ્ચિમ માં આથમવાની તૈયારી માં હતો તેના આછા પીળા કિરણો જાણે ધરતીમા ના ખોળે થી અળગા થતા દુ:ખ લાગતું હોય એમ ધીરે ધીરે રજા લઇ રહ્યા હતા. શાંત સોનેરી એકદમ ખુશનુમા વાતાવરણ મા ઘરના અેક ખુણા મા બેઠેલો મયંક જાણે ખુશ ન હતો, તે કંઇક અંસમજ મા હોય તેવુ દેખાઇ આવતું હતું. પ્રેમાળ, નિર્દોષ, ઉત્સાહી એ નવજુવાન ના ચહેરા પરનો ભાવ સ્પષ્ટ થતો ન હતો. મયંક, કૉલેજ મા ભણતો હતો તે દેખાવે નમણો અને ભણવામા પણ હોંશિયાર છોકરો હતો. સ્વભાવે શાંત, ભણ્યે હોંશિયાર તે કૉલેજ મા ખુબ ઓછા લોકો ને મળતો.