Aajkaal thato - Prem ke pastavo books and stories free download online pdf in Gujarati

આજકાલ થતો 'પ્રેમ કે પસ્તાવો ?'

શિયાળા ની એ સાંજ સુર્ય પશ્ચિમ માં આથમવાની તૈયારી માં હતો તેના આછા પીળા કિરણો જાણે ધરતીમા ના ખોળે થી અળગા થતા દુ:ખ લાગતું હોય એમ ધીરે ધીરે રજા લઇ રહ્યા હતા. શાંત સોનેરી એકદમ ખુશનુમા વાતાવરણ મા ઘરના અેક ખુણા મા બેઠેલો મયંક જાણે ખુશ ન હતો, તે કંઇક અંસમજ મા હોય તેવુ દેખાઇ આવતું હતું. પ્રેમાળ, નિર્દોષ, ઉત્સાહી એ નવજુવાન ના ચહેરા પરનો ભાવ સ્પષ્ટ થતો ન હતો.

મયંક, કૉલેજ મા ભણતો હતો તે દેખાવે નમણો અને ભણવામા પણ હોંશિયાર છોકરો હતો. સ્વભાવે શાંત, ભણ્યે
હોંશિયાર તે કૉલેજ મા ખુબ ઓછા લોકો ને મળતો. વાત જાણે એમ હતી કે મયંક પોતાના જ વર્ગમા ભણતી છોકરી ને પસંદ કરતો હતો તેનુ નામ સરિતા હતું. તે તેની ખુબ જ સારી મિત્ર હતી. મયંક ને સરિતા પ્રત્યે ખુબ જ માન, આદર, સન્માન અને લાગણીઓ સાથે-સાથે પ્રેમ પણ હતો, સરિતા ને આ વાત ની જરા પણ જાણ ન હતી. પરંતુ મયંકે આજે પોતાની બધી જ હિંમત ભેગી કરીને સરિતાને પોતાના દીલ મા રહેલી તેના તરફની લાગણીઓને શબ્દોમા વણી પોતાના દીલ ની વાત મૅસેજ કરી કહી દે છે.
તે જવાબ શુ આપશે...??
તેને આ વાત ગમશે કે કેમ...??
તે ગુસ્સે તો નહી થાય ને...??
આ પ્રકાર ના સવાલો તેમને અંદરો-અંદર સતાવી રહ્યા હતા, તો અેક બાજુ પોતાના પ્રેમનો એકરાર કર્યા ની ખુશી તેના ચહેરા પર રમી રહ્યી હતી. આમ-તેમ વિચારોમા ગૂંચવાયેલો મયંક સરિતાના જવાબ ની રાહ જોઇ રહ્યો હતો.

થોડીવાર બાદ મયંકના મોબાઈલ ની ઘંટડી રણકે છે 'સરિતા નો મૅસેજ હશે !?' તેમ વિચારતો તે અધીર્યો 'ને ઘાંઘો થતો ઝડપથી મોબાઈલ અનલૉક કરી જૂએ છે તો સરિતાનો મૅસેજ આવેલો છે કે :,
'I like you too, but couldn't say.' (તે પણ મયંક ને ખુબ પસંદ કરતી હતી પણ તે ક્યારેય કહી ના શકી.)
મૅસેજ વાંચીને ખુબજ ખુશ થયેલો તે ઉચળ કૂદ કરવા લાગે છે, પોતાનો મોબાઈલ હાથ મા લે છે અને સરિતા ને મૅસેજ કરે છે Thank you. અને તેઓ વાતોએ વળગે છે લગભગ કલાક - દોઢ કલાક ના ચૅટ બાદ બંને અેકબીજા ને જાણવાની તાલાવેલી અને પ્રિયપાત્ર ને મળવાની ઉતાવળ મા બંનેજણા આવતીકાલે કૉલેજ ન જવાને બદલે ત્યાથી થોડે જ દુર આવેલા સુમશાન રસ્તા પરના મંદીરે મળવાનુ નક્કી કરે છે અને અેકબીજા Bye, Take care કહીને રજા લે છે.
મયંક ને પોતાનો પ્રેમ મળવાની ખુબ જ ખુશી છે, તે ખુશીનો માર્યો સાંજે ઓછું જમે છે, ત્યાર બાદ તે સુવા માટે જાય છે, પણ ઊંઘ શેની આવે ? તેના મનમા સરિતા ના વિચારો જ ભમ્યા કરે છે. સરિતા પણ પોતાના બોયફ્રેન્ડ ને પહેલીવાર મળવાની ઉત્સુકતા ની સાથે-સાથે પોતે કેવા કપડાં પહેરશે, કેવા પ્રકાર નો મેક-અપ કરશે, કેવી રીતે વાળ બાંધશે આવા વિચાર વિમર્શ કરતાં-કરતાં તેની આંખ મળી જાય છે.

'ઉઠ બેટા, સવા સાત વાગી ગયા, ઉઠવુ નથી હવે ? જલ્દી ઉઠી જા ચાલ તારા માટે ચા-નાસ્તો તૈયાર છે અને હા ઉતાવળ રાખજે નહી તો કૉલેજ જવામા મોડું થશે.' સૂતેલા મયંક ના કાને તેના માતા ના આ શબ્દો પડતા જ તે ઝબકી ને જાગી જાય છે. ઘડીયાળ મા જૂઅે છે તો સાચે જ સવા સાત વાગી ગયા છે. તે પોતાનો મોબાઈલ હાથમા લે છે અને સરિતા એ મોકલાવેલ સુંદર રૉમાન્ટિક શાયરી સાથે ના good morning નો ચુમી લેતા ઇમૉજી સાથે રિપ્લાય આપે છે. પછી એ ફટાફટ તૈયાર થઇ, ચા-નાસ્તો કરી પોતાની બાઈક પર કૉલેજ જવા નીકળે છે.

સરિતા માટે આજ નો દીવસ તેની જિંદગી નો સૌથી ખાસ દીવસ હતો, તેણેે પોતાની પસંદગી ના ખાસ ગુલાબી રંગ ના કપડાં પહેર્યા છે. જોર થી ફૂંકાતા પવન ના કારણે સોળે કળા ખીલેલાં ગુલાબ ના ફૂલ માંથી જાણે એક પંખુડી વિખુટી પડી ગઇ હોય તેવી લાગી રહી છે. તે મનમા મયંક ના વિચાર કરતી કૉલેજ જવા માટે પોતાના ઘર ના નજીકના સીટી બસ સ્ટેન્ડ પર જાય છે.

થોડીવાર માં બસ આવે છે, તે બસમાં બેસે એટલી વાર મા મયંકનો કૉલ આવે છે;
'Hii ક્યાં છે તું ?'
સરિતા : બસમાં ને તું ?
મયંક : બસ જો કૉલેજ નજીક પહોંચવા આવ્યો.
સરિતા : મતલબ તું ચાલુ બાઇક પર છે ?
મયંક : હા.
સરિતા : તો ચલ હવે ફોન મુક અને ગાડી ચલવવામા ધ્યાન દે હુ પહોંચી ને કૉલ કરીશ તને.
મયંક : ok, bye.
સરિતા : bye, take care. (તેમ કહી વાત પુરી કરે છે.)
થોડીવાર સરિતા પોતાના નિયત સ્થાને બસ માંથી નીચે ઉતરે છે, કોઇ ઓળખી ન લે એટલા માટે પોતાનો ચહેરો દુપટ્ટા થી બાંધેલો છે, તે મયંક કૉલ કરે છે. થોડી જ વાર માં મયંક ત્યાં આવી પહોંચે છે અને તેની બાઈક પર સવાર થઈ બંને જણા નક્કી કરેલાં સ્થળ પર જવા રવાના થાય છે.

શિયાળાની આ સવાર લગભગ નવ વાગ્યા નો સમય ટાઢી બોળ હવા ની વચ્ચે સવાર નો કુણો તડકો જાણે પકડા-પકડી રમી રહ્યો હતો, ફૂંકાતા પવન ના કારણે ઝાડ ની ડાળીઓ અને પાંદડા ના ખખડવાં સિવાય બીજો કોઇ અવાજ કે ઘોંઘાટ ન હતો રસ્તો ખુબ જ શાંત અને સુમશાન હતો. બંને જણા રસ્તા પરથી થઇ મંદીરમા દાખલ થાય છે, મંદીર નુ વાતાવરણ શાંત, નિર્મળ અને પવિત્ર હતુ. તેઓ મંદીર ના પાછળ ના ભાગમા બાકડા પર બેસે છે. સરિતા પોતાના ચહેરા પરનો દુપટ્ટો હટાવે છે, યુવાન સરિતા ના માદક અંગો, ઘાટીલુ બદન અને રૂપાળો ચહેરો તેનું આ રૂપ આટલુ નજીક થી જોઇ મયંક સ્તબ્ધ થઈ જાય છે. બંને જણ એકબીજા ને આછું સ્મિત આપે છે અને ધીમે ધીમે વાત શરૂ થાત છે ;

મયંક : Thank you,
સરિતા : કેમ ?

મયંક : તું મારી વાત માની, આટલી સુમશાન જગ્યાએ મળવા રાજી થઇ એટલે.
સરિતા : ઓહહ્... Is that so તો તારો પણ આભાર કે તે મને મળવા બોલાવી....
આમ, આ શિયાળાની સવાર બંને માટે ખુબ જ ખાસ બની જાય છે, તેઓને કોઇ ડર નથી કે કોઈની બીક નથી બંને જણા પ્રકૃતિના ખોળે એક-મેકમા ખોવાય જાય છે. વાતોમાં તો તેઓ એટલા મશગૂલ થઈ જાય છે કે, તેમને સમયનું ભાન રહેતુ નથી. તેઓ હાથમાં હાથ નાખી ને બેઠા છે અેવામાં અચાનક સરિતાની નજર મયંક ના કાંડે બાંધેલી ઘડીયાળ પર પડે છે, જુએ તો સાડા અગિયાર વાગી ગયા છે. ઇચ્છા ન હોવા છતાં પણ તે મયંક ને કહે છે ;

'હવે આપણે જઇએ પછી મળીશું, સાડા અગિયાર થઇ ગયા.'
મયંક : સાંભળ અહીં નજીક મા એક ખુબ જ સારું રેસ્ટોરન્ટ છે, જો તારી હા હોય તો જમી ને પછી જઇએ.

સરિતા : as your wish.
મયંક : ના, તારી ઇચ્છા હોય તો જ.
સરિતા થોડું વિચારી, શરમાતાં શરમાતાં હકારમાં માથું ધુણાવે છે.
બંને જણા ત્યાંથી ઉઠી બાઇક પર સવાર થઇ રેસ્ટોરન્ટ પર પહોંચે છે, સાથે લંચ કર્યા બાદ મયંક સરિતા ને કૉલેજ નજીક ના સીટી બસ સ્ટેન્ડ પર ઉતારી જાય છે. એક બીજા ને bye, take care કહી, મુખ પર મીઠું હાસ્ય રેલાવી છુટા પડે છે.

સરિતા જેવી શાંત, પ્રેમાળ, નિર્દોષ અને દેખાવડી છોકરી ને પોતાની લાગણીભર્યા પ્રેમથી જીત્યાની ખુશી મયંકના ચહેરા પર દેખાય આવે છે. પરંતુ છોકરી ની જાત સરિતા પોતે કૉલેજમાં ગુટલી મારી કોઇ છોકરા ને મળવા જવાની તથા પોતાના માં-બાપ નો વિશ્વાસધાત કર્યાની વાતનો અફસોસ સતાવે છે તો આજકાલના બધા જ છોકરા-છોકરીઓ પોતાના gf-bf ને આવી જ રીતે મળે છે, અને આમ પણ થોડા દીવસો બાદ પોતે જ માં-બાપ ને બધુ જ જણાવી દેવાની છે. આમ વિચારતી અને પોતાના મન ને મનાવતી તે ઘરે પહોંચે છે.

હાથ-મોં ધોઇ, કપડાં બદલી એ પોતાના રૂમમાં જાય છે અને મયંક ને મૅસેજ કરે છે;
'Hiii, ઘરે પહોંચી ગયો ?'
મયંક પણ જાણે સરિતા ના મૅસેજ ની રાહ જોઇ રહ્યો હતો, તે તરત જ સરિતાના મૅસેજ નો રિપ્લાય કરે છે;
'હા, તું ?'
સરિતા : હા હું પણ.
મયંક : શું કરે છે ?
સરિતા : કંઇ નહીં બસ તારી સાથે ચૅટ, તું ?
મયંક : તારા જોડે ચૅટ.
સરિતા : ok, કેવો રહ્યો આજ નો દીવસ ? આપણી મુલાકાત ?
મયંક : ખુબ જ મસ્ત, બહુ જ મજા આવી યાર, તું કેટલી સારી છે.
સરિતા : બસ...બસ...મસ્કા નહીં માર.
મયંક : ના સાચે જ.
સરિતા : ok, હું મજાક કરુ છુ. ('બસ...બસ...મસ્કા નહીં માર' ના સંર્દભ મા.)
મયંક : તું 'કે તારો દીવસ કેવો રહ્યો ?
સરિતા : મારા માટે તો આજ નો દીવસ મારી જીંદગી નો સૌથી ખાસ દીવસ હતો.

આમ, તેઓ પ્રેમભરી વાતો એ વળગે છે મયંક અને સરિતા માટે એમની પ્રથમ મુલાકાત નો દીવસ ખુબ જ મહત્વપુર્ણ અને યાદગાર બની જાય છે. હવે તેઓ કૉલેજ મા પણ ઘણા કલાકો સાથે વિતાવે છે અને ઘરે આવ્યા પછી પણ વોટ્સઍપ માં કલાકો સુધી ચૅટ કરે છે.

ધીરે-ધીરે તેમનો સંબંધ ખુબ જ ગાઢ બની જાય છે, તેઓ ઘણી વાર કૉલેજ ના તાસ બંક કરી બહાર મૉલમાં ફરવા તેમજ બહાર કૅફે મા નાસ્તો કરવા, તો કોઇ-કોઇ વખત થીઍટરમાં ફિલ્મ જોવા માટે પણ જાય છે.

એક દીવસ મયંક અને સરિતા બંને વોટ્સઍપમાં ચૅટ કરતા હતા, અેવા મા મયંક પુછે છે;
'તને નથી લાગતું કે હવે આપણે મળવું જોઇએ ?'
સરિતા : હા જ તો મળીયે ને કાલે કૉલેજ થી લૅક્ચર બંક કરી ને જઈશું કશે બહાર.
મયંક : અરે, એમ નહીં બુધ્ધુ, હું એકલામાં મળવાની વાત કરું છું.
સરિતા : ઓહહ્... નહીં હો.
મયંક : કેમ શું વાંધો છે ?
સરિતા : વાંધો તો કાંઇ નથી પણ હમણાં નહીં.
મયંક : (નિરાશ અને હતાશ થતો) ઓકે, જેમ તું કે'ય અેમ.
સરિતા : એયય્ એમ નહીં તું નિરાશ નહીં થા. પ્લીઝ સમજ ને યાર.
મયંક : હા, ઓકે દર વખતે મારે જ સમજવાનુ, તું'તો ક્યારેય સમજે જ નહીં !?

તેમની વચ્ચેની આ ગેરસમજ ધીરે-ધીરે વાક્ યુધ્ધ નુ સ્વરૂપ ધારણ કરે છે, અને તેઓ બંને એકબીજાથી રિસાય જાય છે, ઝઘડા ના કારણે સરિતા નુ મન ખુબ જ વ્યાકૂળ થાય છે, ક્યાંય ચેન આવતું નથી અાથી એ વિચારે છે કે મારે મયંક ની ખુશી માટે એની વાત માનવી જોઇએ અને મળવું જોઇઅે આથી તે મયંક ને મૅસેજ કરે છે;
'આપણે કાલે મળીએ ?'
આ જોઇ મયંક ખુશ થઇ જાય છે, અને બંને જણા બીજા દીવસે મયંક ના મિત્ર ના ઘરે કોઇ ના હોય, આથી ત્યાં
મળવાનું નક્કી કરે છે.

તેઓ નક્કી કર્યા મુજબ બીજે દીવસે કૉલેજ થી બહાર જવાનું બહાનુ બનાવી મયંક ના મિત્ર ના ઘરે મળવા માટે જાય છે, કોઇ છોકરાને એકલતા માં મળવું સરિતા માટે ખુબ જ મુશ્કેલ હોવાથી એ થોડી ડરેલી અને નાખુશ દેખાતી હતી, પરંતુ મયંક એને લાખો પ્રયત્નો પછી એવું મનાવી દે છે, કે તેઓ જે કરવા જઇ રહ્યા છે તે ખુબ જ સામાન્ય છે અને આજકાલ તો બધા જ નવજુવાન યુવક/યુવતીઓ માં સામાન્ય છે, સરિતા ને મયંક પર પોતાના કરતા વધારે વિશ્વાસ હોવાથી તે પોતાની લાગણી અને ચારિત્ર્ય ઠેસ નહીં પહોંચાડે એવું વિચારી તે મયંક સાથે સહમત થાય છે અને પછી જુવાનીના રાતાચોળ રંગો અને જોબન ના જોરે બંને જણા સહ-સંમતિ થી શારીરિક બંધન થી બંધાય છે. સરિતાનુ ઘાટીલું ત્રંબકવર્ણુ બદન જાણે વર્ષોની તૃપ્તિ થતી હોય તેમ મયંક રૂપી સમંદરમા સમાગમ થી અેકરૂપ થતી તે સરિતા હીલોળા લે છે.

આમ, મયંક ની ખુશી માટે સરિતા પોતાનું સર્વસ્વ તેને સોંપી દે છે, પ્રેમમાં અભિભૂત બનેલી તે બધી જ હદો વટાવી દે છે. અને શરીરસુખ અને કામવાસના ને સંતોષવા મયંક અવારનવાર સરિતા ને એકલતામાં મળવા બોલાવે છે, મયંક ને તન અને મન થી વરી ચુકેલી સરિતા પણ મયંકની ખુશી અને પોતાના સંબંધને ખિલવવા રાજી ખુશી થી અવારનવાર મયંક સાથે શારીરિક સમાગમ માણે છે.

મયંક ને જ્યારે ભાન થાય છે કે, સરિતા તેને તન,મન અને ધન થી વરી ચુકી છે. ત્યારે મયંક પોતની યોજનાની પરકાષ્ઠાની નજીક આવી ગયો હોય તેવું લાગે છે, આથી તે ધીરે - ધીરે પોતાનો અસલી રંગ દેખાડવાની શરૂઆત કરે છે. હકીકતમાં મયંક દેખાવે રૂપાળો, ઘઉંવર્ણો તે પાંચહાથ ઊંચેરો સુંદર નવયુવાન હતો. ભણવામાં ખુબ હોંશિયાર પરંતુ પોતાની આ
સુંદરતા અને હોંશિયારી થી તે કૉલેજ ની ભલી - ભોળી અને અમીર છોકરી જોડે વાતો કરી, ભણવામાં તેમની મદદ કરવાના બહાને તેમની સાથે મિત્રતા કેળવી, વિશ્વાસ જીતી અને પોતાના દેહ ની ભૂખ અને કામના વાસના સંતોષવા તથા આર્થિક જરૂરિયાતો ને પહોંચી વળવા તે સરિતા જેવી ભોળી છોકરીઓને પોતાનો શિકાર બનાવતો હતો.

મયંક ના આવા મનસુબા થી અજાણ સરિતા પોતે મયંક ને પોતાનો ભાવિ ભરથાર માની બેઠેલી એ મયંક ને તેના કહેવા મુજબ મોંઘી અને બ્રાન્ડેડ ગીફ્ટો તથા તેના કહેવા પ્રમાણે તેની કામવાસનાની પુતળી બનીને તે મયંક શારીરસુખ અર્પણ કરે છે.

મયંક પણ પોતાની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, પોતાના મમ્મી ની તબિયત ખરાબ છે તો કોઇક વાર તેના પપ્પા ને પગાર ન મળ્યો હોવાના બહાને સરિતા પાસે થી પૈસા લે છે અને એ પૈસા પોતાના નશેડી અસામાજીક અને ચારિત્ર્ય વિહોણાં મિત્રો જોડે દારૂ - બિયરો ની મહેફીલ માણવામા તો શરમ ને વેચી ખાય ચુકેલી છોકરીઓ જોડે ક્લબ મા નાચવા માં અને ગાંજો તથા અન્ય નીત - નવા વ્યસનો કરવામાં ઉડાવે છે.

સમય જતા આ વાત ની સરિતાના હિતેચ્છુ મિત્રો ને જાણ થાય છે, આથી તેઓ તેને મયંક સાથે ન રહેવાની સલાહ આપે છે તથા તેના આ પ્રકારના વ્યવહારથી તેને સાવધ કરે છે. પરંતુ મયંક ના પ્રેમમાં ગળાડુબ બનેલી તેને આ વાત ગળે ઉતરતી નથી. અને તેમના મિત્રોને તેના અને મયંકના સંબંધથી ઈર્ષ્યા થતી હોય તેવુ સંભળાવી તથા તેની સાથે જીભા-જોડી કરી ગુસ્સે થઇ ત્યાંથી જતી રે છે.

પરંતુ, સરિતા ના મિત્રો મયંક ના આ પ્રકાર ના ઢોંગી પ્રેમના નાટક નુ અંત લાવવાનુ નક્કી કરે છે આથી તેઓ મયંક ની હકીકત ને સરિતા સમક્ષ લાવવાં ખુબ જ પ્રયત્નો કરે છે. ઘણા પ્રયત્નો ને અંતે મયંક ના એક લફંગા મિત્રને પૈસા ની લાલચે બહુરૂપી મયંક ના ઢોંગી અને નાટકીય પ્રેમ ના ખુલાસા ની વાત, તથા કેવી રીતે સરિતા સાથે પ્રેમનું નાટક કર્યુ,નોખ-નોખા બહાને તેના પૈસા પડાવ્યા, પોતાની કામ વાસના ની તૃપ્તિ કર્યા ની વાતો નુ વિડીયો રેકૉર્ડીગ મંગાવી સરિતા ને દેખાડે છે.

આ જોય ને સરિતા ના પગ નીચે થી જાણે ભો ખસી ગઈ, ચોમાસા મા કોઇ ડુંગર માંથી જરવાણી ફૂટી હોય અેમ આંખો માંથી આંસુની ધાર વહી જાય છે, તેનો શ્વાસ ફૂલી જાય છે, મયંક સાથે વિતાવેલી બધી જ પળો ની અેની આંખો સામે આવે છે, ખુબ જ દુ:ખી અે પોતે કરેલા ગાંડપણ નુ ભાન થાય છે. તે પોતાના મિત્રો સાથે ગેરવર્તણુક કર્યા ની માંફી માંગે છે, પોતાની ચિંતા કરવા તથા સાચો રસ્તો બતાવ્યા નો આભાર માને છે અને મયંક પાસેથી પોતાના પૈસા પાછા લાવવા માટે મદદ ની આજીજી કરે છે.

સરિતા અને તેમના મિત્રો મયંક ને મળે છે, પોતે કરેલા નાટકીય અને ઢોંગી પ્રેમ નો અંત થયાની અને સરિતા ને તેમના બધા પૈસા આપી દેવા સમજાવે છે. પરંતુ સરિતા ને મુર્ખ બનાવી જાણે તે જગ જીતી ગયો હોય તેવો તે સરિતા ના આવા ગાંડપણ અને મુર્ખામી પર ખુબ અટ્ટહાસ્ય રેલાવે છે. અને સરિતાના મિત્રો ને તેમની વચ્ચે ન પડવા ધમકાવે છે અને સરિતા ને પણ પૈસા પાછા ન આપવાની અને તેનાથી જે થાઇ તે કરી લેવાની ધમકી આપી તે નકામો ત્યાંથી જતો રે છે.

સરિતાના મિત્રો મયંકને ભુલી જવાની તથા ભવિષ્યમાં કોઈ આવી નાદાની ન કરે તેવી સલાહ સાથે, સમય જતાં બધું
ધીમે-ધીમે ઠીક થઇ જશે આવું આશ્વાસન આપી સરિતા ને તેના ઘરે મુકી જાય છે.

સરિતા પોતે પ્રેમમાં નિષ્ફળ નિવડ્યાની, મુર્ખ બન્યાની તથા પોતાનુ સર્વસ્વ એક કુપાત્રની પાછળ લુટાવ્યાની વાત ને લઇ અફસોસ કરતુ એ નારી હ્રદય ખુબ રો કકળ કરે છે, હીબકા ભરી ભરી ને રડે છે. થોડી વાર ગળે ડૂમો બાજે છે હ્દય નો બધો બોજ આંસુ રૂપે બહાર નીકળી જાય છે, રડતી તે શાંત થાય છે અને બધુજ ભુલી જવા તે મક્કમ મને કૉલેજ છોડી દેવાનો નિર્ણય લે છે.

આમ, એક ખોટા પાત્રની પસંદગી માત્ર થી સરિતાના પોતાના બધા સપના સાથે સાથે તેની કારકીર્દી પણ હણાય જાય છે. સાચા દીલ થી કોઇ ને પ્રેમ કર્યાનું, આંખ બંધ કરી ભરોસો કરવાનું અને પોતાના પ્રિયપાત્ર ની ખુશી માટે અને સંબંધ ને ગાઢ બનાવવા પોતાનું સર્વસ્વ સોંપી દેવાનું આવુ ભયંકર અને નિષ્ઠુર પરિણામ મળતાં પોતાના ભાગ્ય ને દોષ દેતી તે પોતાની આ દુઃખભરી વાત સમાપ્ત કરતાં ફરી એકવાર રડી પડે છે.

બીજા રસપ્રદ વિકલ્પો