“મુંબઈમાં ભાજપના નેતા રામદાસ નાઈકની હત્યા પછી દાઉદ ગેંગ પર ભારે તવાઈ આવી એટલે દાઉદના શૂટર્સને મુંબઈ છોડીને ભાગવાનો વારો આવ્યો. દાઉદે પોતાના શૂટર્સને બેંગલોર અને કાઠમંડુમાં આશરો અપાવ્યો. મુંબઈમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સ પછી દાઉદ ઈબ્રાહિમે નેપાળની રાજધાની કાઠમંડુમાં પગપેસારો કરવા માંડ્યો હતો. બબલુ શ્રીવાસ્તવ અને છોટા રાજને પણ એક તબક્કે કાઠમંડુમાં ધામા નાખ્યા હતા. ૧૯૯૩થી કાઠમંડુ અંડરવર્લ્ડની પ્રવૃત્તિઓથી ધમધમવા લાગ્યું. એ વખતે કાઠમંડુમાં એક ખેપાની માણસનું નામ ગાજતું થયું હતું. ઉત્તર પ્રદેશના વતની એવા એ માણસનું નામ મિરઝા દિલશાદ બેગ હતું. દાઉદ ઈબ્રાહીમની નજર એ માણસ પર ઠરી હતી. એ વખતે દાઉદ અને બબલુ શ્રીવાસ્તવ છુટા પડ્યા નહોતા.