ઘ ઊટી... - 13

(69)
  • 3.5k
  • 5
  • 2.1k

13. (અખિલેશે ઇવેન્ટનો બીજો દિવસ પણ ખુબ સારી રીતે હેન્ડલ કર્યો, ત્યારબાદ જમીને પોતાના રૂમમાં બેઠાં-બેઠાં ગઈકાલે રાતે પોતાની જે હાલત હતી તેના વિશે વિચારવા લાગે છે, અચાનક કંઈક યાદ આવતાની સાથે જ અખિલેશ રાતના લગભગ 11:30 વાગ્યાની આસપાસ આલીશાન પબ વાળા રસ્તે જાય છે……) અખિલેશ જ્યારે પોતાની સાથે શું બન્યું હશે તેનો ઊંડાણપૂર્વક વિચાર કરી રહ્યો હતો, તે દરમિયાન તેની નજરોની સમક્ષ એક આછી મુખાકૃતિ તરી આવે છે...જ્યારે તે વધુ ઊંડાણપૂર્વક વિચારે છે તો તે આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે કારણ કે એ મુખાકૃતિ બીજા કોઈની નહીં પરંતુ શ્રેયાની જ હતી...હવે ગઈકાલે રાત્રે પોતાની મદદ કરનાર