મન મોહના - ૨૦

(155)
  • 4.3k
  • 1
  • 2k

સાજીદ જાણે કોઈ બીજી દુનિયાનું પ્રાણી હોય એમ આ લોકો સામે ફક્ત ટગર ટગર જોઈ રહ્યો હતો. એની આંખોમાં કોઈ ભાવ નહતા. અચાનક લતીફને થયું કે આ બધું બકી ના મારે તો સારું. એ પોતે તો જેલમાં જશે જ જશે અને મારી પણ વાટ લાગી જશે. એ લોકોની ઓળખાણ અહીં છતી થઇ જાય તો પછી પોલિસ અને એમના સાથીઓ બંને એમના દુશ્મન થઇ જાય, એ લોકો એમને ખતમ કરી નાખે. આખરે લતિફે નીચે પડેલી એની ગન ઉઠાવી લીધી. મહારાજ સાજીદ પાસે પલંગ પર બેઠેલો હતો, એ એના પગ ખેંચી એને સીધા કરી રહ્યો હતો અને ભરત કબાટ આગળ હાથમાં ઢીંગલી લઈને