સપના અળવીતરાં - ૪૫

(30)
  • 3.4k
  • 1
  • 1.3k

"કેવું લાગે છે? "મેરેજ રજીસ્ટ્રાર ની ઓફિસમાં સહી કર્યા પછી, પરસ્પર હાર પહેરાવ્યા પછી, ઓફિશીયલ પતિ પત્ની બન્યા પછી, રાગિણી ના કલીગ્સ, ડો. બાટલીવાલા, રોશન આંટી અને આદિત્ય થી છુટા પડ્યા પછી, એજ દરિયાદેવની હાજરીમાં હાથમાં હાથ લઈ કેયૂરે કરેલા પ્રશ્ન ના ઉત્તરમાં રાગિણી મીઠું શરમાઇ ગઇ. તેણે કેયૂર ના જમણા ખભે માથું ટેકવ્યુ અને જમણો હાથ કેયૂર ની છાતી પર રાખી તેની ધડકનોને અનુભવતી ક્યાય સુધી એમજ ઉભી રહી એટલે કેયૂરે તેની હડપચી પકડી તેનો ચહેરો સીધો કર્યો, આંખમાં આંખ પરોવી ફરી એ જ સવાલ પૂછ્યો, "કેવું લાગે છે? "ફરી રાગિણી એ નજર નીચે ઢાળી દીધી. એક નવોઢાને શોભે એવી