અસમંજસ

(30)
  • 4.1k
  • 2
  • 1.4k

‘જાગો મોહન પ્યારે જાગો.....’ મોબાઈલના એલાર્મટોનથી સુનિધિ જાગી. ત્રણ વર્ષ પહેલાં સુધી દર્શનને જગાડવા મૂકેલો આ ટોન, આજે પણ સુનિધિએ બદલ્યો નથી. આ ટોનથી તેને દર્શનનો સાથ અનુભવાતો..“દીદી.. રાગિણીદીદી.. આજે જરા બેડ ટી આપજો ને ! માથું ખૂબ ભારે લાગે છે..” સુનિધિએ બેડમાં પડ્યા પડ્યા પોતાના એકાકી જીવનના સાથી રાગિણીબહેનને બૂમ મારી કહ્યું. દર્શનના ગયા પછી દીદી જ એક માત્ર એના સુખદુઃખના સાથી હતા. રાગિણીબહેન તેનાથી ઉંમરમાં પાંચેક વર્ષ મોટાં. ઘરમાં રસોઈ કરવાથી માંડીને બીજાં બધાં જ કામ તે કરતાં. પતિથી તરછોડાયેલા રાગિણીબહેનને સંતાનમાં એક માત્ર દીકરી હતી જેના હોસ્ટેલમાં અભ્યાસનો તમામ ખર્ચો સુનિધિ અને દર્શન કરતાં. દર્શનનાં ગયાં પછી