અંગારપથ. પ્રકરણ-૧૯. પ્રવીણ પીઠડીયા. એક જ ધમાકામાં સમસ્ત ગોવા હચમચી ગયું. ગોવાની પોલીસ ફોર્સમાં એકાએક હડકંપ મચી ગયો હતો. અને એ લાજમી પણ હતું. ઘોળે દહાડે કોઇ આવીને પોલીસ ક્વાટર ઉપર હુમલો કરી જાય એ કોઇ સામાન્ય બાબત નહોતી. ગોવા પોલીસની ઈજ્જતનાં સરેઆમ ધજાગરાં ઉડાડતી આ ઘટનાનાં પ્રત્યાઘાતો છેક દિલ્હી સુધી પડયાં હતા અને ત્યાંથી એક ફોન ગોવાનાં મુખ્યમંત્રી ઉપર આવી ચૂકયો હતો. બપોર થતાં સુધીમાં તો આખું ગોવા હાઇ-એલર્ટ ઉપર મૂકાઇ ગયું હતું અને એ બોમ્બ ધમાકાની તપાસ શરૂ થઇ હતી. ન્યૂઝ રિપોર્ટરો અને ચેનલોનાં પ્રતિનિધિઓનો ભારે જમાવડો ઘટના સ્થળે જામ્યો હતો. તેઓ દર વખતની જેમ સરકારી તંત્રની