ખોફનાક ગેમ - 4 - 1

(98)
  • 4.3k
  • 7
  • 1.9k

મન મક્કમ કરીને હેમા ગેલેરીમાં આગળ વધી રહી હતી. હેમા થોડા વખતથી કિશનની હવેલીમાં રહેવા આવી ગઇ હતી. કિશને તેને એક અલાયદો કમરો કાઢી આપ્યો હતો. રાત્રીનો સન્નાટો ચારે તરફ પ્રસરેલો હતો. સન્નાટામાં તમરાંનો તીણો અવાજ વાતાવરણમાં ભય પેદા કરતો હતો. કાળાં ડિબાંગ બાદળોથી છવાયેલા આકાશમાં થોડી થોડી વારે વીજળીનો ચમકારો થતો હતો.