એ એક રાત!

(74)
  • 3.5k
  • 2
  • 1.4k

બધું છિન્નભિન્ન કરી ગઈ એ એક રાત; મારુ અસ્તિત્વ છીનવી ગઈ એ એક રાત; ખુમારીથી જીવતી હતી હું "દોસ્ત", મને લાચારીની મોહતાજ કરી ગઈ એ એક રાત!મેઘાબા... આજ એ પોતાના ચહેરાને નિરખીને અરીસામાં જોઈ રહ્યા છે. હંમેશા આછા પણ સંપૂર્ણ મેકઅપના શોખીન મેઘાબા ફક્ત મેકઅપ જ નહીં પણ ચાંદલા અને સિંદૂર વિહોણા પોતાના રૂપને જોઈને રોજની માફક પોતાનું દર્દ આજે પણ એ પી રહ્યા છે... ફક્ત દર્દ જ નહીં પણ પોતાના પતિ સાથે વિતાવેલ એ દરેક યાદ જે એના હૃદયના એક ખૂણામાં રહેલ છે એને પણ મહેસુસ કરી રહ્યા છે... આમ પણ એમનું જીવન ફક્ત યાદોમાં જ તો વીતી રહ્યું છે. ભર જુવાનીમાં