કલબલ કલબલ કલબલ.... હોસ્પિટલનું નીરસ વાતાવરણ જાણે જીવંત થઈ ગયું. સૌથી વધારે અવાજ બિનીતાનો સંભળાતો હતો. ફેશન શો ની સફળતાનો કેફ હજુપણ તેની વાતોમાં વર્તાતો હતો. બધાની સામે આંખે દેખ્યો અહેવાલ એટલી મસ્તીથી રજૂ કરે જાણે ફેશન શો ની સક્સેસનું એકમાત્ર કારણ તે જ હોય! બાકી બધા પણ તેની આ માસુમિયતનો આનંદ ઉઠાવતા હતા. સહસા કેયૂરે તાળી પાડી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું."હે ગાય્ઝ, લીસન... આઉટસાઇડ ફૂડ ઈઝ નોટ અલાઉડ ઇન હોસ્પિટલ પ્રિમાઇસીસ... " "ઓ.... ઓ... "બધાએ એક સાથે નિરાશા વ્યક્ત કરી. એમનો અવાજ શમ્યો એટલે ફરી કેયૂર નો અવાજ સંભળાયો. "બટ, બટ, બટ.... ધ ગુડ થીંગ ઇઝ... અહીંની કેન્ટીન નું ફૂડ