સોનાની નથણી

(33)
  • 9.9k
  • 1
  • 1.8k

' સોનાની નથણી ' ધનજીના ઘરના આંગણે લોકોની અવરજવર ચાલુ હતી .ધનજીના દીકરા રવજીના લગ્નનો પ્રસંગ હોવાથી લોકોની વાતો અને ચહેરાનો ઉત્સાહ કંઈ અનેરો જ હતો . ઘી માં તળાતા મિષ્ટાનની સોડમ ચારે તરફ ફેલાઈ રહી હતી . બાજુના ગામડે ગયેલી જાન આજે નવદંપતીને લઈને ઘરને આંગણે આવી પહોંચી હતી . ઝાંઝરના ઝણકાર સાથે નવી વહુએ ફળિયાંમાં પ્રવેશ કર્યો . ઢોલ-નગારાના અવાજ આગળ નવી વહુના ઝાંઝરનો ઝણકાર ક્યાંય દબાઈ ગયો હતો . ધનજી હવે સસરો બની ગયો હતો. મૂછોને વળ ચડાવતો ખુમારીથી ખુરશીએ બેઠો હતો . અને એની આસપાસ એના ખાસ ચમચાઓ અને બાકી પ્રસંગમાં આવેલા સગાવહાલાઓ બિરાજમાન હતા .