ખોફનાક ગેમ - 2 - 3

(101)
  • 3.9k
  • 5
  • 1.8k

લગભગ સાત ફૂટની ઊંચાઇ, પાડા જેવુ શરીર અને શરીર પર રીંછ જેવી ઘટ અને કાળા બાલની રૂવાંટી, હાથના પંજા માણસ જેવા પણ રાક્ષસી તીક્ષ્ણ નહોરવાળા અને મોં કોઇ પ્રેતાત્મા જેવું લાગતું હતુ. ચહેરા પર ઘટાદાર રૂવાંટી હતી અને વરુ જેવા તીક્ષ્ણ દાંત બહાર દેખાતા હતા. મેજર સોમદત્તે કે કદમે પોતાની જિંદગીમાં આટલું ભયાનક પ્રાણી કે કોઇ પ્રેતાત્મા ક્યારેય જોયો ન હતો. મેજર સોમદત્તનો રિર્વોલ્વર પકડેલો હાથ ઊંચો થયો અને પછી ‘‘ધડામ...’’ ભયાનક શોર મચાવતી એક ગોળી છૂટી.