ખોફનાક ગેમ - 2 - 1

(111)
  • 7.1k
  • 8
  • 3.6k

ગંગામૈયાની આરતીના ઝનકાર અને ઘંટનાદથી વાતાવરણ ભક્તિમય અને પ્રફુલ્લિત બનેલું હતું. મેજર સોમદત્ત તથા કદમ ગંગામૈયાની આરતીનો લાભ લેવા માટે હરકી પૈડી પર સ્થિત ગંગામાતાનાં પાવન ચરણોમાં તેના મંદિરમાં ઉપસ્થિત થયા હતા. ગંગામૈયાની આરતીની પ્રાગટ્યે ઉજ્જવલ અગ્નિની જ્વાળાના પ્રકાશથી મેજર સોમદત્તનો ચહેરો લાલ રતુંબડો અને સૌમ્ય લાગતો હતો.