નરશીના હીરાનું પર્સ પોતાની બેગમાંથી ગુમ થયેલું જોઈને મગનને તેપર્સ આ ફટીચર બેગમાં રાખવા બદલ પારાવાર પસ્તાવો થયો. "કોણે લીધું હશે ? નાથો,રમેશ અને જેન્તી...આ ત્રણમાંથી જ કોઈ એક હોવો જોઈએ....નાથો તો ન જ હોય, મારો જીગરજાન દોસ્ત છે, જરીક વાછૂટ કરી હોય તો પણ મને કહ્યા વગર ન રહે એવો નાથો, મારી બેગમાંથી છાનામાના દસ હજાર રૂપિયા અને હીરા લઈ લે તો તો, આ દુનિયામાં કોઈ દોસ્ત બીજા દોસ્ત ઉપર ક્યારેય ભરોસો નહીં કરે..અને હીરા લઈને એ શું કરે ? એને તો અમથા'ય હીરા નથી ઘસવા.. પૈસા જરૂર કમાવા છે..પણ કોઈ ખોટું કામ એ ન જ કરે..આજે જ ચમેલી