પ્રકરણ : 22 પ્રેમ અંગાર “હાય વિશ્વાસ શું સવારથી આમ આખો દિવસ કોમ્પ્યુટરમાં મોં રાખીને બેસે છે ચાલ આજે નીચે ક્લબમાં જઈએ થોડું સ્પોટ્સ કરીએ ફ્રેશ થઈ જઈ. મારુ તો આજે માથું જ ખૂબ ખૂબ ભારે લાગે છે” સિધ્ધાંતે કહ્યું. સિધ્ધાંત વિશ્વાસની જ સાથે એની કેબીનમાં બેસતો બન્ને સાથે જ કામ કરતાં એક જ પ્રોજેક્ટ પર. એ પણ ખૂબ જ હોંશિયાર અને સ્માર્ટ હતો. એ મૂળ મુંબઈનો જ હતો અને જાબાલી ત્રિલોક બન્નેનો પણ ખાસ ફ્રેન્ડ હતો. વિશ્વાસને પણ એની સાથે સારું ફાવી ગયેલું. બન્ને સાથે મળીને નવા ડીવાઈઝના પોઈન્ટ પર સાથે કામ કરી રહેલા. સિધ્ધાંતને વિશ્વાસ