પ્રેમ અંગાર - પ્રકરણ : 20

(67)
  • 3.6k
  • 7
  • 1.9k

પ્રકરણ : 20 પ્રેમ અંગાર વિશ્વાસ ઘરે આવ્યો માઁ નાં આશીર્વાદ લીધા. સૂર્યપ્રભાબહેન ખૂબ જ રાજી થયા. વિશ્વાસનાં ઓવારણા લીધા. વિશ્વાસને લઈને ઘરમંદિરમાં આવ્યા અને ભગવાને પ્રાર્થના કરતાં કહ્યું” હે પ્રભુ મને વિશ્વાસ જેવો દીકરો આપીને મારા જીવનની બધી જ ખોટ પૂરી કરી દીધી. ખૂબ ખૂબ આશીર્વાદ આપના. મારા દિકરાએ મારી કોખ ઉજાળી. બધાને મારા વિશ્વાસ જેવો દિકરો મળે.” કહી વિશ્વાસનેફરી આશીર્વાદ આપ્યા અને આંખમાંથી આંસુ સરવા લાગ્યા. વિશ્વાસ નવાઈ પામ્યો કહે માઁ અચાનક શું થયું કેમ રડો છો? સૂર્યપ્રભાબહેન કહે દિકરા તારું કોલેજનું ભણતર પુરુ થયું પરિણામ તારું ઘરમાં ખુશીયા આનંદ લાવ્યુ આખા પંથકમાં આપણું ખોરડું ઉજાળ્યું