ખોફનાક ગેમ - 1 - 2

(119)
  • 7k
  • 9
  • 5.2k

‘તમે સરપંચને જાણ કરી તે સમય અને બેભાન પડેલા આ લોકોના દેહ તમને મળ્યા તે વચ્ચે કેટલા સમયનું અંતર હતું અને આ ચારમાંથી પહેલાં ભાનમાં કોણ આવ્યું, કેટલીવારમાં આવ્યું ?’ વિચારવશ હાલતમાં જમાદારે પૂછ્યું. ‘સાહેબ...અમે લાખા, ભચા, રૂખી અને રામીને બેભાન હાલતમાં જોયા કે તરત જ સરપંચ સાહેબને જાણ કરવા બે જણને દોડાવ્યા હતા અને લગભગ વીસ મિનિટમાં તો સરપંચ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને તે ચારમાંથી લોખો જ ભાનમાં આવ્યો હતો. બાકી ભચો, રૂખી અને રામી હોસ્પિટલમાં પહોંચ્યા બાદ ભાનમાં આવ્યા હતાં.’