આજે પણ રોજની જેમ સવારમાં દોડધામ ચાલુ જ હતી. શિશિર અને ખુશીનું ટિફિન બનાવી હાલ જ નવરી થઇ અને હવે સવારના નાસ્તાની તૈયારી. બંનેને બધું જ ટાઈમ પર જોઈએ બિલકુલ પણ મોડું ના થવું જોઈએ છતાં પણ મને ગમતું આમ બંને માટે હર સમયે ત્યાં રહેવું. ખુશી અને શિશિર બંને તૈયાર થઈ રહ્યા હતા. બસ હમણાં આવતા હશે અને આવતાની સાથે જ કહેશે "મમ્મી, જલ્દી નાસ્તો આપો. બહુ ભૂખ લાગી છે." ખુશીની સાથે સાથે શિશિર પણ મસ્તીમાં મને મમ્મી કહેતા. આ સાંભળી મને હસવું આવી જતું. બંન્નેની બોલવાની રીતની સાથે સાથે ગુણ પણ સરખા જ હતા. ખુશીને જોઇને બધા જ