"આ લગ્ન નહીં થાય". આ શબ્દો બોલાય તેના એક દિવસ પહેલાં. ******* "અરે, રિંગ ક્યાં છે?" અંશ ના પિતા એ પ્રશ્ન કર્યો. "તમે તમારા ખિસ્સામાં જ મૂકી હતી. જુઓ ત્યાં જ હશે." અંશ ની માતા એ જવાબ આપ્યો. "હા! આ રહી હું જ ભૂલી ગયેલો." "આજકાલ વધારે ભૂલક્કડ થઈ ગયા છો." "હા, હવે! ભૂલી ગયો એમા શું? ભૂલ માણસ થી જ થાય ને?" "હા, પણ તું ક્યાં માણસ છો?" અંશ ના પિતા( જીતુ ભાઈ) ના મિત્ર એ હલકી મુસ્કાન સાથે જવાબ આપ્યો. "લ્યા વેલા! તું આવી ગયો?" "હા ક્યારનોય આવી ગયો. કેમ પૂછે છે?" "ના મને એમ થયું કે,