સપના અળવીતરાં - ૪૩

(41)
  • 3k
  • 6
  • 1.2k

વન મોર કીસ ટુ સક્સેસ...કેયૂરે પોતાના હાથમાં રહેલો ગ્લાસ ઉંચો કરી તેના પર એક કીસ કરી. ગ્લાસની ધાર પાછળ તેને રાગિણી નો ચહેરો દેખાયો, એકદમ ખુશ... હળવોફૂલ... એ હસતા ચહેરાને આંખમાં ભરી તેણે ગ્લાસવાળો હાથ વધુ ઉંચો કર્યો. "ચિયર્સ... ""ચિયર્સ... "એકસાથે બધાએ ખુશી વ્યક્ત કરી. સીંગાપોરનો ફેશન શો... અ ગ્રાન્ડ સક્સેસ... બધાજ ખુશ હતા.. અને કેયૂર નુ તો પૂછવું જ શું? નવી પ્રોડક્ટ ને ધાર્યા કરતા વધુ સારો પ્રતિસાદ મળ્યો હતો. અને સૌથી મોટી વાત, આ પ્રોજેકટ કેયૂરે પોતાના દમ પર સફળ બનાવ્યો હતો. પાર્ટી ના માહોલ વચ્ચે વળી કેયૂરે જાહેર કર્યું કે આખી ટીમ તેની સાથે અમેરિકા જશે, કે. કે.