પ્રતિક્ષા - ૩૬

(103)
  • 4.6k
  • 3
  • 1.6k

રઘુ ઉર્વાને મળીને આવ્યો તેને ૮ કલાક ઉપર વીતી ચુક્યા હતા પણ આ ૮ કલાકમાં ૮ મિનીટ પણ રઘુનો ઉચાટ શમ્યો નહોતો. તેને વારંવાર આજની મુલાકાત માં કંઇક ખૂટતું હોવાનો આભાસ થતો હતો. કંઇક તો હતું જે વિચિત્ર હતું પણ તેને સમજાઈ નહોતું રહ્યું. રઘુએ ઉર્વા સાથે થયેલી વાતચીતને ફરીવાર પોતાના મગજમાં જ રીપીટ કરી જોઈ પણ છતાં કંઇ ચિત્ર ક્લીયર નહોતું થતું. પોતાની હોટલના રૂમના બાથરૂમમાં જઈ તેણે પાણીની છાલક પોતાના ચેહરા પર મારી અને સામે લગાવેલા લંબચોરસ અરીસામાં પોતાના પ્રતિબિંબમાં પોતાના ચેહરાથી નીતરી રહેલા પાણીની બુંદોને કંઇક સમજવાનો પ્રયાસ કરતા એકીટશે જોઈ રહ્યો.“ઉર્વા શું કરવા માંગતી હતી? શું