ઝીલ નીચે જાય છે. ગેટ પાસે જઈ ધીરેથી કહે છે "મધ્યમ અહીં શું કરે છે? પ્લીઝ જા અહીંથી. કોઈ જોઈ જશે તો?" મધ્યમ:- "પાછળની ગલીમાં મને મળવા આવ." ઝીલ:- "ના હું નથી આવવાની." "Ok fine." એમ કહી મધ્યમ દિવાલનો ટેકો લઈ ત્યાં જ ઉભો રહે છે. ઝીલ:- "પ્લીઝ મધ્યમ જા." મધ્યમ:- "જ્યાં સુધી મળવા નહિ આવે ત્યાં સુધી અહીથી નથી જવાનો સમજી?" ઝીલ:- "શું નાના છોકરા જેવી જીદ કરે છે?" મધ્યમ:- "શું કહ્યું? પાછી બોલ તો?" ઝીલ:- "કંઈ નહિ. મે શું કહ્યું. લોકોને ઓછું સંભળાય છે ને તને વધારે સંભળાવવા લાગ્યું." એટલામાં જ મનિષ ઝીલના નામની બુમ પાડે છે. ઝીલ