ડેવિલ રિટર્ન-1.0 - 1

(427)
  • 10.5k
  • 45
  • 5.9k

નમસ્કાર દોસ્તો, ડિજિટલ પ્લેટફોર્મ અને ebook એપ પર સૌથી વધુ વંચાતા અને ઓછી ઉંમરમાં સૌથી વધુ કમાણી કરાવનાર લેખક તરીકેની સફરમાં જે નવલકથા એ મને સૌથી વધુ સહકાર આપ્યો અને જેનાં થકી હું ઘણાં વાંચકોનો પસંદગીનો લેખક બન્યો એ નોવેલ હતી ડેવિલ એક શૈતાન. રાધાનગર, એસીપી અર્જુન, અર્જુનનો મિત્ર અને સાથી ઓફિસર નાયક, અર્જુનનાં અન્ય સાથી અધિકારીઓ વાઘેલા, જાની, અશોક, અર્જુનની પત્ની પીનલ, ફાધર થોમસ, સુપર વિલન ડોકટર આર્યા નાં પાત્રોથી મઢેલી એક સુપર સસ્પેન્સ, રોમાંચક અને હોરર નોવેલ ડેવિલ એક શૈતાન મારાં દિલની સૌથી વધુ નજીક રહી છે અને સાથે વાંચકોનાં દિલની પણ. અર્જુન અને બાકીનાં પાત્રોને લઈને રચેલી નોવેલ હવસ:it cause death ને પણ જે પ્રકારનો પ્રેમ અને પ્રતિસાદ મળ્યો એને સાબિત કરી દીધું કે અર્જુન વાંચકો માટે રિયલ હીરો છે..આ જ અર્જુન અને એનાં નજીકનાં પાત્રો સાથે રાધાનગરની પૃષ્ઠભૂમિ પર એક નવી હોરર-સસ્પેન્સ નોવેલ રચવાની ઘણાં સમયથી ઈચ્છા હતી..પણ એ માટે કોઈ સારો પ્લોટ મળે એ જરૂરી હતો કેમકે હું નહોતો ઈચ્છતો કે ડેવિલ એક શૈતાન ની સિકવલ એનાંથી સહેજ પણ ઝાંખી પડે.