જી હા! આમ તો આ આર્ટીકલ શ્રેણીનું નામ બોલિસોફી છે પરંતુ આજે આપણે એક ગુજરાતી ફિલ્મમાં રહેલા છૂપા સંદેશને ડિકોડ કરવાનો છે. આ ગુજરાતી ફિલ્મ છે, હજી ગયા શુક્રવારે જ રિલીઝ થયેલી, મોન્ટુ ની બિટ્ટુ! આમ તો આ એક પ્રણય ત્રિકોણ દર્શાવતી ફિલ્મ છે પરંતુ અહીં વાર્તાનો એક ટ્રેક મોન્ટુના બિટ્ટુ પ્રત્યેના એકપક્ષીય પ્રેમનો પણ છે. આજે આપણે બોલિસોફીમાં એ જ એકપક્ષીય પ્રેમ વિષે થોડી ચર્ચા કરીશું. જો તમે હજી સુધી મોન્ટુ ની બિટ્ટુ ફિલ્મ ન જોઈ હોય તો પ્લીઝ આ આર્ટીકલને અવોઇડ કરજો કારણકે એમાં ભરપૂર સ્પોઈલર્સ છે! આ ફિલ્મના મારા રિવ્યુમાં મેં લખ્યું હતું કે એકપક્ષીય પ્રેમ