કઠપૂતલી - 15

(113)
  • 4.7k
  • 7
  • 2.6k

તરૂણ દેખાવે સિમ્પલ હતો. માથાના અર્ધા ભાગેથી વાળ ગાયબ હતા.જેટલા હતા એનાથી માથુ ઢાંકવાનો રોજ મરણિયો પ્રયાસ કરી એ ઓફીસ જતો.સચિન જીઆઈડીસી એરિયામાં ડાયમન્ડની એક મોટી પેઢીમાં અકાઉન્ટ વિભાગમાં એનુ મોભાનુ સ્થાન હતુ.અત્યારે સાંજના સાત વાગી રહ્યા હતા.પોતાના બાઇક પર સુરત સિટી પહોંચવાની તૈયારીમાં હતો.કે ઉધના દરવાજે એક અજાણ્યા વ્યક્તિએ એનો રસ્તો રોક્યો."તમે તરૂણભાઈ ને..?""યસ પણ તમે..?" અસમંજસમાં પડી એણે પૂછ્યુ."ગાડી સાઈડ પર લઈલો.. તમારો જીવ બચાવવો છે..!"પેલાની વાત સાંભળી તરૂણનુ હ્રદય ધબકારો ચૂકી ગયુ.ટ્રાફીક જામનો ટાઈમ હોઈ વાહનોની કતારો લાગી હતી.રસ્તામાં ખોટી થવુ એ કરતાં આ વ્યક્તિની વાત સાંભળવી તરૂણને યોગ્ય લાગી.કોર્નર પર રહેલા રેશ્ટોરાં પર બન્ને પ્રવેશ્યા.મને કઈ