પોલિસ ચોકી પર આવ્યા પછી ખટપટિયા ચિંતાતુર જણાતો હતો. કદાચ એની ધીરજની અવધીનો અંત આવી ગયો હતો. જગદિશે પણ આકસ્મિક અને અણધારી વણસેલી પરિસ્થિતીથી રધવાટ અનુભવ્યો. પોષ્ટમોટમના ત્રણ રિપોર્ટ ટેબલ પર હતા. ત્રણેયને જોવાની તસ્દી ખટપટિયાએ લીધી નહોતી. કદાચ રિપોર્ટમાં શુ હતુ એ વાતથી તે સુપેરે જ્ઞાત હતો. કરણદાસને છાતીના ભાગે અંજારી છરીના પાંચ વાર કરી મૌતને ધાટ ઉતારી દીધેલો. દર રવિવારે આવતી વાર્તા કઠપૂતલી..