મન મોહના - ૧૮

(166)
  • 4k
  • 5
  • 1.9k

મન બપોરે એના મમ્મી પપ્પા સાથે બેઠો વાતો કરતો હતો ત્યારે રાવીબેને એને હવે છોકરીઓ જોવાનું ચાલું કરવાનું કહેલું. મને મમ્મીની તબિયત અને પોતાને હાલ વધારે રજાઓ નહિ મળે એમ જણાવી વાત ટાળી દીધેલી. પણ, એના મનમાં એક નવો વિચાર આવી ગયો. એ જો મોહનાને પોતાની સાથે વિદેશમાં લઇ જવામાં સફળ થઇ જાય તો પછી નિમેશ કે ઇન્ડિયન પોલીસનો જરાકે ડર ન રહે! મોહનાનું ફેમીલી બેકગ્રાઉન્ડ જોતા એને વિઝા મળવામાં કોઈ તકલીફ નહિ પડે. આજ બરોબર છે. સાચો ખૂની જે હશે એ, એને નિમેશ ભલે શોધ્યા કરતો. એ ખૂનીની તપાસમાં હું મોહનાની જીંદગી ખરાબ નહિ થવા દઉં. પોતાના વિચારો પર ખુશ