મન મોહના - ૧૫

(156)
  • 4.7k
  • 7
  • 1.8k

નિમેશ અને ભરત મનને શોધતા મોહનાના ઘરે પહોંચ્યા ત્યારે ચોકીદારે એમને ગેટ પાસે જ રોક્યાં હતાં. ઘરે હાલ કોઈ ન હતું. મોહના બહાર ગઈ હતી, ક્યાં? એની ચોકીદારને જાણ ન હતી. ભરતે મનને ફોન જોડ્યો એનો ફોન સતત નેટવર્કની બહાર આવતો હતો.“એક કામ કરીએ બધી મોટી હોટલોમાં જઈને તપાસ કરીએ. એ લોકોનું હજી જમવાનું જ ચાલતું હશે.” ભરતે આઈડિયા આપ્યો.“એ શહેરની હોટેલમાં હોય તો ફોન નેટવર્ક બતાવે. જરૂર એ લોકો જંગલમાં ગયા હોવા જોઈએ. ત્યાં જ નેટવર્ક નથી આવતું.” નિમેશ બાઈકને કિક મારતા બોલ્યો.“હવે એમ ના કહેતો, જંગલમાં મોહનાના પરદાદાની જૂની ખંડેર જેવી હવેલી છે!” ભરત દાઢમાં બોલ્યો. એને હજી