કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 4

  • 4.7k
  • 1.7k

અધ્યાય-4 "મિત્રતા ની પરીક્ષા" અર્થ રૂમ માં જઈને રોજ ની જેમ પોતાની બુક વાંચવાની ચાલુ કરવાનો હતો. તેણે પોતાની પથારી વ્યવસ્થિત કરી અને ઓશિકા માથું ઊંચું રહે તેમ રાખ્યા જેથી તે વાંચી શકે. તેને ત્રણ બુક લીધી અને સ્વાભાવિક હતું કે તે પ્રથમ કાલ્પનિકતા ની બુક જ વાંચવાનો હતો. તેને લાવેલી ત્રણ બુક માંથી પ્રથમ બુક લીધી અને વાંચવાનું શરૂ કર્યું અર્થ ની વાંચવાની ઝડપ બહુજ આશ્ચર્ય જનક હતી તેની પાછળનું કારણ આ હતું કે આટલા વર્ષોથી બુક વાંચતો હતો અને તેને કોઈ ટીવી કે રેડિયો નું પણ વ્યસન ના હતું અને તેથી ઇન્ટરનેટ ની તો વાત તો તેને દૂર દૂર