લાઇમ લાઇટ - ૩૪

(208)
  • 5.7k
  • 9
  • 3.3k

લાઇમ લાઇટ-રાકેશ ઠક્કરપ્રકરણ- ૩૪ રસીલીએ પ્રકાશચંદ્રની પોતે કરેલી હત્યાને સામાન્ય બાબત તરીકે લીધી હતી એ વાતનો કામિનીને અંદાજ આવ્યો હતો. પણ રસીલી મને હત્યારી સાબિત કરીને પોતાનો કોઇ સ્વાર્થ સિધ્ધ કરવા માગતી નથી ને? એવો વિચાર કામિનીના મનમસ્તકમાં ટકોરા મારી રહ્યો હતો. રસીલીએ મારી પાછળ જાસૂસી કરાવીને ઘણી બધી માહિતી તો મેળવી જ લીધી છે. મેં પ્રકાશચંદ્રની હત્યા કરી એનો એકરાર કરી લીધા પછી તેના ચહેરા પર સામાન્ય ભાવ જ હતા. તે મારા મોંએ હત્યાની વાત ઓકાવવામાં સફળ થઇ છે. મેં એના પ્રત્યેની લાગણી અને એણે કરેલા અહેસાનને યાદ કરીને આટલું મોટું રહસ્ય તેની સામે છતું કરી દીધું છે. તેના પર