લાઇમ લાઇટ - ૩૩

(220)
  • 5.7k
  • 7
  • 3.3k

લાઇમ લાઇટ-રાકેશ ઠક્કરપ્રકરણ- ૩૩રસીલીના શબ્દો આખા રૂમમાં કામિનીને પડઘાતા લાગ્યા. પ્રકાશચંદ્રની હત્યા થઇ છે એ કહેવા રસીલી ખાસ આવી હતી એ કામિનીને સમજાઇ ગયું. કામિનીને આશંકા હતી જ કે કોઇ મોટો ધડાકો કરવા રસીલી આવવાની છે. રસીલીએ કોઇ ઔપચારિક વાત કર્યા વગર સીધી જ પ્રકાશચંદ્રની હત્યાની વાત કરી એ જાણી કામિનીને ધોળે દિવસે તારા દેખાવા લાગ્યા. તેનું માથું ભમવા લાગ્યું. રસીલી નિર્લેપ થઇને પ્રકાશચંદ્રની હત્યા થઇ હોવાની વાત ઉચ્ચારી ગઇ હતી. કામિની એ નક્કી કરી ન શકી કે રસીલી હત્યાની શક્યતા વ્યક્ત કરી રહી છે કે ખરેખર તેની પાસે કોઇ પુરાવા છે? કામિનીએ તેના પર એકસાથે અનેક સવાલનો મારો કર્યો