મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 6

(34)
  • 3.9k
  • 1
  • 1.8k

સાહેબ! હું તો સુગંધને વેંચું છું (મારા ઠોઠ વિદ્યાર્થીઓ-6) એક દિવસ એક દુકાને જવાનું થયું. એ દુકાનની બાજુમાં ફૂલોની એક દુકાન હતી. ત્‍યાં ફૂલ લેવાવાળાની સંખ્‍યા ઘણી હતી. હું પેલી દુકાનની બહાર ઊભો હતો. મેં ફૂલોની દુકાન તરફ નજર કરી. એ જ સમયે ફૂલ વેંચનાર યુવતીની નજર મારા ઉપર પડી. તેણે ફૂલ વેંચવાનું મૂકયું બાજુમાં ને થઈ ગઈ ઊભી. આવી મારી પાસે. મને થયું, આ આમ કેમ કરે છે? પછી થયું કદાચ મને ઓળખતી હશે. આવીને પગે લાગી. પછી બોલી, ‘‘રામોલિયાસર, મને ઓળખી?'' ફૂલ લેવા આવનારા સૌ અમારી તરફ જોઈ રહ્યા હતા. તેમાંથી કેટલાકને ઉતાવળ પણ હશે.