મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 3

(49)
  • 6.1k
  • 3
  • 2.9k

ડૉકટર હું, કે તમે?(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-3) શિક્ષક માટે એક વાત એ બનતી હોય છે કે તેની પાસે ભણેલ વિદ્યાર્થી અચાનક મળી જાય છે. હું શિક્ષક છું. આવા ઘણા અનુભવો મને થયા છે. કયારેક તો આવો અનુભવ આશ્ચર્યમાં મૂકી દે છે. એક દિવસની વાત છે. મને પેટમાં થોડી તકલીફ થવા લાગી. ત્યારે હું જામનગરથી બહાર હતો. એટલે બીજાને પૂછીને દવાખાના વિશે માહિતી મેળવી અને ત્યાં ગયો. ત્યાં જઈ વાત કરી. એટલે એક પથારી ઉપર સુવડાવી નર્સ અને બ્રધર ચેકઅપ કરવા લાગ્યાં. આવી તકલીફ પહેલા પણ મને થયેલી. ત્યારે જે