વન્સ અપોન અ ટાઈમ - 59

(145)
  • 7.5k
  • 12
  • 4.9k

‘૧૯૯૫માં અનીસ ઈબ્રાહિમની ધરપકડ વખતે મુંબઈ પોલીસ અને સીબીઆઈના અધિકારીઓ અંધારામાં જ રહ્યા હતા. એમને એટલી ખબર હતી કે અનીસની ધરપકડ થઈ છે. અને એને ભારત લાવી શકાશે. એવી શક્યતા ઉભી થવાથી સીબીઆઈ અને પોલીસ અધિકારીઓ હરખાઈ ગયા હતા. પણ અનીસ ઈબ્રાહિમને બહેરીન પોલીસે છોડી મુક્યો એની ખબર એમને મોડે મોડે પડી હતી,’ પપ્પુ ટકલાએ ઈમ્પોર્ટેડ લાઈટર હાથમાં રમાડતાં પૂરક માહિતી આપતા કહ્યું, ‘બીજી બાજુ મુંબઈમાં છોટા શકીલના સાથીદારો અને અનીસ તથા અબુ સાલેમના સાથીદારો સામસામે આવી ગયા હતા.