મુજે મેરી બીબી સે બચાઓ... આજે તો સવાર થી આ ત્રીજું ગીત હતું જે પત્નિ માટે નું હોય. આજે કોઈ એ પત્નિ દિવસ તો નથી ને જો કે પત્નિ ના ખાલી દિવસ થોડા હોય રાત પણ હોય સાંજ પણ હોય સાલું આમ તો પરણ્યે એટલે ૨૪*૭ અને બારે માસ એનાં જ તો દિવસો હોય. મેં જોરૂ કા ગુલામ બનકે રહુંગા... આ ગીત શરૂ થયું ને પરાગ ને આજ થી સાત વર્ષ પહેલાં થયેલાં તેના અને નુપુર ના લગ્ન યાદ આવી ગયા. લવ કમ એરેંજ મેરેજ હતાં. ખૂબ ધામધૂમ થી લગ્ન કર્યા હતાં. લગ્ન પહેલાં લગભગ ત્રણ વર્ષ ઉપર તો એકબીજા