અતિ સર્વત્ર વર્જયેત્

  • 14.4k
  • 4
  • 1.8k

એક સંસ્કૃત કહેવત છે, 'अति सर्वत्र वर्जयेत्' અર્થ : અતિરેક નુકશાનકારક સાબિત થાય છે પછી એ કંઇ પણ કેમ ના હોય....? સારાંશ : દરેક વ્યક્તિ માટે એના સંજોગો-પરિસ્થિતિ પ્રમાણે એના દુઃખ નો પ્રકાર અલગ-અલગ હોય છે એમાંય વળી અમુક દુઃખોનું કારણ વ્યક્તિ પોતે જ હોય છે. રસ્તા ઉપર રહેતા લોકોને ઘરની જરૂરિયાત હોય છે,ઘરમાં રહેતા લોકોને ગાડી,ફ્રીજ,ટીવી,એર કન્ડિશનર અથવા તો મોટા મકાન ની જરૂરિયાત હોય છે,ધંધો કરતાં લોકોને એક સારી ઓફીસ ની જરૂરિયાત હોય છે, ઓફિસવાળા પોતાને કષ્ટ ન પડે એએ માટે સારા સ્ટાફની જરૂરિયાત હોય છે.આ જરૂરિયાત ઉપર જ્યારે પૂર્ણવિરામ મુકાઈ જાય ત્યાર પછી ઇચ્છાઓ-સપનાઓનો દોર ચાલું થાય છે,