માથાભારે નાથો [13] મહિધરપુરા હીરાબજારમાં ઘટેલી ઘટનાને કારણે ઘણા લોકો ઘાયલ થયા હતા. રખડતા ઢોરના પ્રશ્નોને લઈને છાપાં વાળાઓએ મ્યુનિસિપાલટીના સંબધિત અધિકારીઓની કામગીરી અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ કંઈ પહેલી વાર બન્યું નહોતું. અનેક વાર રખડતા ઢોરોને કારણે લોકો ઘાયલ થયા હતા અને કેટલીક વખત નિર્દોષ લોકોએ જીવ પણ ખોયા હતા. થોડા દિવસ છાપાઓ કોઈ જનાવર નીકળે ત્યારે કલબલાટ અને કાગારોળ મચાવી મુકતા કાબર અને કાગડાઓની જેમ ઉહાપોહ મચાવતા. લાગતા વળગતા લોકો મીડિયા નામના ભસતા કૂતરાઓને બટકું રોટલો નાખતા એટલે એ ચૂપ થઈને પૂંછડી પટપટાવવા માંડતા. ધીરે ધીરે ઘટના લોકોના દિમાગથી ભૂંસાઈ જતી.પણ જેને એ ઘટનાને કારણે સહન કરવું પડ્યું