માથાભારે નાથો - 12

(64)
  • 4.5k
  • 7
  • 2.2k

માથાભારે નાથો [12] મગન અને નાથો જ્યારે રૂમમાં આવ્યા ત્યારે ત્યાં બેઠેલા વ્યક્તિને જોઈને નવાઈ પામ્યા હતા.રમેશ એકબાજુ ગુમસુમ બેઠો હતો. "ઓળખાણ ન પડી મેં'માનની."નાથાએ,મૂછોને વળ ચડાવી રહેલા અને વ્હાઈટ પેન્ટ-શર્ટ પહેરીને બેઠેલા વ્યક્તિને જોઈને કહ્યું. "મારી ઓળખાણ આપવા હાટુ જ આંય આયો સુ..હમજ્યો ભઇબંન? આપણને રામાભાઈ કે સે બધા..રામાભાઈ ભરવાડ, હું પોતે,આ તમારો ભઈબન બે તયણ દી થા મારી વાંહે આંટા મારે સે, તે કીધું લાવ્યને પુસી લવ..ઇ હારુ આપડે આંય પધાર્યા સવી.." "તો કામ પતી જયું હોય તો તમે જઇ શકો છો રામાભાઈ..તમને બધા રામાભાઈ કે'તા હોય તો આપડે'ય રામભાઈ જ કેશુ તમતમારે..બરોબર..? પોસા ભારે નીકળો અટલે અમે અમારું કામ