વાર્તાસૃષ્ટિ - ૪

  • 3.2k
  • 2
  • 1.2k

વાર્તાસૃષ્ટિ અંક ચોથો સત્ય નો આકાર : હિમાંશી શેલત : વાર્તાનો એક અંશ : બારીમાંથી ઉજાસ દાખલ થયો કે નંદા સફાળી જાગી. ખાસ્સું મોડું થઈ ગયું નિયમથી. વરંડામાં ચાની ટ્રે પડી હતી પણ શ્રીનિવાસન ત્યાં ન દેખાયા. ક્યાં હશે આટલા વહેલા ? નંદાની સુસ્તી આપોઆપ ખરી પડી. ઉતાવળે પગલે પહોંચી સ્ટડીરૂમમાં. પાટ પર પ્રગાઢ નિદ્રામાં સ્થિર શ્રીનિવાસન દેખાયા. એક હાથ છાતી પર, બીજો પાટ નીચે ઢળકતો. ઓઢેલી શાલનો છેડો ફર્શ પર, ચહેરો શાંત અને સ્વસ્થ. નંદાનો તરડાયેલો અવાજ ઘર આખામાં ફેલાયો અને થોડો ઘણો બારણાં વળોટી બહાર પણ પહોંચ્યો. ભારે ધમાલ, દોડાદોડ, સંદેશાઓ, ઝડપભેર આવતાં વાહનો અને માણસો. શ્રીનિવાસન કોઈ