મિતેશની આંખો આશાને જોવા માટે તરસી રહી હતી. એ નટખટ ને બે-ત્રણ વર્ષ થી જોઈ પણ નથી, કેવી દેખાતી હશે! શું હજુ પણ એવી જ ભોળી અને રમતિયાળ હશે! ખબર નહી મને જોઈને કેવો પ્રતિભાવ આપશે! અહીં બધાંની વચ્ચેજ મને વળગી ન પડે તો સારું. મિતેશ ઓફીસ પાસે ઉભો રહી આશા વિશે જ વિચારી રહ્યો હતો. એક જણાએ મોટેથી ચપટી વગાડી અને આખી ઓફીસમાં અચાનક જ ચહલપહલ થવા લાગી, થોડી ક્ષણો માં તો બધાં પોતપોતાના ટેબલ પર જઈને કામ પર લાગી ગયાં. જ્યાં થોડીવાર પહેલાં બધાના વાતો કરવા ના અવાજ ને કારણે બાલમંદિર જેવું વાતાવરણ હતું ત્યાં એકદમજ નિરવ શાંતિ પ્રસરી